બિહારમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે પણ રાજકીય હલચલ યથાવત છે.આજે મહાગઠબંધનના નેતાઓની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી.જેમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે ધારાસભ્યોને સંબોધિત કર્યા હતા અને કહ્યુ હતુ કે, આપણી જ સરકાર બનવા જઈ રહી છે.
તેજસ્વી યાદવે પોતાના ધારાસભ્યોને અપીલ કરી છે કે, તેઓ એક મહિના સુધી પટણામાં જ રહે.સૂત્રોનુ માનવામાં આવે તો તેજસ્વી યાદવને આશંકા છે કે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પાટલી બદલી શકે છે.આ સંજોગોમાં તેઓ સતર્કતા વરતી રહ્યા છે.આ બેઠકમાં તેજસ્વી યાદવને મહાગઠબંધનના નેતા તરીકે પણ ચૂંટવામાં આવ્યા હતા.
મહાગઠબંધનને લાગે છે કે, એનડીએમાં બધુ બરાબર નથી.જીતન રામ અને મુકેશ સાહનીની પાર્ટીને સરકારમાં કેટલી હિસ્સેદારી મળે છે તેના પર એનડીએ સરકારના ભવિષ્યનો આધારે છે અને તેના કારણે મહાગઠબંધનને ફાયદો મળી શકે છે.તેજસ્વી યાદવે આ બેઠક બાદ કહ્યુ હતુ કે, લોકોનુ સમર્થન મહાગઠબંધન સાથે છે , મહાગઠબંધનને 130 બેઠકો મળી છે પણ નિતિશ કુમારે કાવાદાવા કરીને સરકાર બનાવી છે.સંખ્યાબંધ સીટો પર કાઉન્ટિંગમાં ગોટાળા થયા છે.