શંભુ બોર્ડરથી દિલ્હી સુધી ત્રણ વખત કૂચ નિષ્ફળ ગયા પછી, ખેડૂત નેતાઓએ હવે દેશવ્યાપી ટ્રેક્ટર માર્ચ અને રેલ રોકો આંદોલનનું આયોજન કર્યું છે. 16મી ડિસેમ્બરે એટલે કે આજે પંજાબ સિવાય સમગ્ર દેશમાં ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કાઢશે, ત્યારબાદ 18મી ડિસેમ્બરે બપોરે 12થી 3 વાગ્યા સુધી દેશભરમાં રેલ સેવાઓ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. ખેડૂત નેતાએ કહ્યું છે કે આગામી દિલ્હી કૂચમાં હરિયાણાના ખેડૂતો અને મહિલાઓ પણ ભાગ લેશે.