કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેમણે અને તેમનાં બહેન પ્રિયંકા ગાંધીએ તેમનાં પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યારાઓને માફ કરી દીધા છે. તેમણે ઉમેર્યું કે પિતાની હત્યા પછી અમે ઘણા વર્ષ સુધી ગુસ્સામાં હતા પણ હવે અમે હત્યારાઓને માફ કર્યા છે.