ચૂંટણીઓ સમયે નેતાઓ દ્વારા નફરતી ભાષણો અને નિવેદનો આપવામાં આવતા હોય છે. આ મામલે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે નફરતી નિવેદનો અને ભાષણોને અટકાવવા માટે અમારી પાસે અધિકાર નથી. ચૂંટણી પંચે પોતાના જવાબમાં કહ્યું હતું કે આવા પક્ષો કે નેતાઓને અયોગ્ય ઠેરવવાનો અમને અધિકાર આપવામાં નથી આવ્યો તેથી અમે કાર્યવાહી નથી કરી શકતા.
ચૂંટણી પંચે સાથે એમ પણ સુપ્રીમ કોર્ટને જણાવ્યંું હતું કે ભારતમાં કોઇ પણ કાયદા હેઠળ હેટ સ્પીચને વ્યાખ્યાયીત નથી કરવામાં આવી. જોકે કેટલાક એવા કાયદા પણ છે કે જે આવા નફરત ભર્યા ભાષણો કે નિવેદનોને અટકાવવામા ંમદદરુપ થાય છે. હાલ આવી નફરતભર્યા ભાષણોને અટકાવવા માટે કોઇ વિશેષ કાયદો ન હોવાથી અન્ય જે કાયદાઓ છે તેના પર નિર્ભર રહેવુ પડી રહ્યું છે.