કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સોમવારે ચીન સાથેના સરહદી વિસ્તારોમાં ૪૪ નવા પુલનું ઉદ્દઘાટન કરતા ચીનના પેટમાં તેલ રેડાયું હતું. તેનો પ્રત્યાઘાત આપતા ચીને મંગળવારે જણાવ્યું હતું કે, ભારતે ગેરકાયદેસર રીતે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યો છે. ચીન લદ્દાખમાં ભારત દ્વારા થતા માળખાકીય વિકાસનાં કામોનો વિરોધ કરે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને મંગળવારે જણાવ્યું હતું કે, ભારત દ્વારા લદ્દાખમાં થઇ રહેલાં માળખાકીય વિકાસનાં કામો જ બંને દેશ વચ્ચે તણાવનું મૂળ કારણ છે. બંને દેશે એવા કોઇપણ પગલાં લેવા ન જોઇએ જેથી તણાવમાં વધારો થાય. લદ્દાખ અને અરુણાચલપ્રદેશમાં ભારત દ્વારા નિર્માણ થયેલા બ્રિજ અંગેના સવાલ પર ઝાઓએ જણાવ્યું હતું કે, પહેલાં તો હું એ સ્પષ્ટ કરી દેવા માગંુ છું કે, ચીન ભારતે ગેરકાયદેસર રીતે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરેલા લદ્દાખ અને અરુણાચલપ્રદેશને માન્યતા આપતો નથી.