સરકારે જમીનનો કબ્જો સંભાળતા અન્યાય થયેલ હોઈ બાળકોને ભણાવી શકાય તેમ નથી.' તેવા કારણ સાથે મલેકવ બે ગામના વાલીઓએ બાળકોના સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ કઢાવવા માટે ૩૦થી ૪૦ અરજી ગામની સરકારી પ્રાથમિક શાળામાં કરતાં ખળભળાટ થઈ ગયો છે. ઘોઘા-સુરકા માઈન્સ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારના જાહેર સાહેસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. દ્વારા ભાવનગર-ઘોઘા તાલુકાના 11 ગામની જમીન સંપાદિત કરાઈ હતી.