પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પાછલા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર વધી રહેલા તણાવ અને હિંસક ઘટનાઓ વચ્ચે હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મોટું નિવેદન આપ્યું છે. ઈસ્લામાબાદમાં સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલ (SIFC)ની સમિતિના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, 'તાલિબાનનો વિનાશ કર્યા વિના પાકિસ્તાન આગળ વધી શકે તેમ નથી.'