સમાજવાદી પાર્ટીએ 2019માં જીતનો દાવો કર્યો છે. તાજેતરની ગોરખપુર અને ફૂલપુર લોકસભાની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, આ ચૂંટણીએ સમગ્ર દેશમાં એક સંદેશ આપ્યો છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવું શક્ય છે. આ ઉપરાંત 2019માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથેના ગઠબંધની શક્યતાઓ અંગે અખિલેશે કહ્યું કે, ચૂંટણી નજીક આવતાં આ મામલે કંઇ પણ કહી શકાશે.