લોકસભા ચૂંટણી પહેલાં બેન્ક ખાતાઓ ફ્રીઝ થઈ જવા મામલે કોંગ્રેસના હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદને સંબોધતાં મલ્લિકાઅર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ભાજપ તથા કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
લોકસભા ચૂંટણી માટે ચાલી રહેલા રાજકીય જંગ વચ્ચે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસે ગુરુવારે આ મુદ્દે પત્રકાર પરિષદ યોજીને સત્તાધારી પક્ષ પર નિશાન સાધ્યું હતું. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમારું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. ખાતા ફ્રીઝ કરવા એ શાસક પક્ષની ખતરનાક રમત છે. ભાજપે જ હજારો કરોડ રૂપિયા ભેગા કર્યા અને અમારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા.