રાજસ્થાનમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતની સરકાર સામે નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટના જૂથે કરેલા બળવાને શમાવવાના અને પાઇલટ જૂથને મનાવવાના પ્રયાસો હજુ ચાલુ છે અને અમે આશા મૂકી નથી એવો દાવો કોંગ્રેસ કારોબારીના સભ્ય રઘુવીર મીણાએ કર્યો હતો.
આમ તો અશોક ગેહલોત અને સચિન પાઇલટ બંને જૂથો એવો દાવો કરે છે કે અમે ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છીએ. છેલ્લા લગભગ એક માસથી આ ખેંચતાણ ચાલુ હતી. ગેહલોતે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની કાયદેસર રીતે ચૂંટાયેલી સરકારને ઊથલાવી પાડવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ પ્રયાસ અટકાવવાની વિનંતી કરી હતી. રાજસ્થાન હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આ મુદ્દો ગાજ્યો હતો. બંને કોર્ટે સચિન પાઇલટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો કે લોકશાહીમાં ચૂંટાયેલા ધારાસભ્યોને વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે. વિધાનસભાના સ્પીકર તેમને વિરોધ વ્યક્ત કરતાં રોકી શકે નહીં કે બરતરફ કરી શકે નહીં.
બીજી બાજુ ગેહલોત અને ગવર્નર વચ્ચે પણ મૈં મૈં તૂ તૂ થતું રહ્યું હતું. આખરે ગવર્નરે 14મી ઑગષ્ટે વિધાનસભાની બેઠક બોલાવવાની અને એમાં ફ્લોર ટેસ્ટ કરવાની સંમતિ આપી હતી. ત્યારબાદ ફરી એકવાર ધારાસભ્યોના ખરીદ-વેચાણની ગંદી રમત શરૂ થઇ હતી. દરમિયાન, રવિવારે કોંગ્રે કારોબારીના સભ્ય અને રાજસ્થાન કોંગ્રેસના નેતા રઘુવીર મીણાએ એવો દાવો કર્યો હતો કે બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવાના મોવડી મંડળના પ્રયાસો ચાલુ હતા. અમે સચિન પાઇલટ જૂથને મનાવી લેવાના પ્રયાસો કરી રહ્યા છીએ અને અમને આ પ્રયાસો સફળ થવાની આશા છે.
મીણાએ કહ્યું કે બળવો કરનારા ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસનો સાથ આપશે તો તેમની તમામ ભૂલો માફ કરવાની મોવડી મંડળની તૈયારી છે.