અમે વચનના પાકા છીએ, સત્તાનો નહીં સેવા અમારો ધ્યેય છે એમ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં રૂ. ૬૫૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમમાં જણાવ્યું હતું. મોદીએ જ્યાંથી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરી સુરતમાં રૂ. ૩૪૭૨ કરોડનાં વિકાસ કામોનું પણ લોકાર્પણ કર્યું હતું. અહીં તેમણે સુરતને સેતુન શહેર ગણાવીને કહ્યું કે સુરતે પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલમાં ચોથો 'પી' (પીપલ્સ) ઉમેરીને એક નવુ મોડલ દેશ સમક્ષ રજૂ કર્યું છે.