પાકિસ્તાન ભારત સાથે શાંતિની વાતો કરવાની સાથે કાશ્મીર મુદ્દો ઉછાળવાની સાથે ભારત વિરુદ્ધ આતંકીઓને આશરો અને તાલિમ આપે છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે અને કાશ્મીર સહિતના બધા જ મુદ્દાઓ વાટાઘાટોથી ઉકેલવાની વાત કરી છે. આવા સમયે પાકિસ્તાનના આર્મી વડા અસીમ મુનીરે કાશ્મીર મુદ્દે 10 યુદ્ધ લડવાની તૈયારી દર્શાવી છે. આ સાથે લશ્કર-એ-તોયબાના સુપ્રીમો હાફિઝ સઈદના પુત્ર તલ્હાએ લાહોરમાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે.