લોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવનાર ટીડીપી અને વાએસઆર કોંગ્રેસ સહિતના વિપક્ષના પક્ષોને ચર્ચા માટે અમિત શાહે પડકાર ફેંક્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે અમારી પાસે બહુમત છે, અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે વિપક્ષ હવે હોબાળો મચાવવાને બદલે સીધી ચર્ચા કરે. ગૃહમાં અમે ચર્ચા માટે તૈયાર છીએ. શાહ ગૌહાટીમાં એક સંમેલનમાં બોલી રહ્યા હતા.