ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે ફરીવાર પદ સંભાળ્યા બાદ મંગળવારે નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં પહેલું ભાષણ આપ્યું. તેમાં જિનપિંગે દેશની સ્વાયત્તાને પડકાર આપતી તાકાત પર કડક વલણ અપનાવવાની વાત કહી. તેઓએ કહ્યું કે, ચીન વિશ્વમાં પોતાનું સ્થાન મેળવવા માટે ખૂની લડાઇ લડવા માટે પણ તૈયાર છે. ભારત અને ચીન વચ્ચે પણ પૂર્વોત્તરના સરહદી વિસ્તારોમાં જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો છે.