અજય માકને કહ્યુ કે મે અને મલ્લિકાર્જુન ખડગેએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે યોજના અંગે ચર્ચા કરી હતી. પરંતુ બેઠક થઈ શકી ન હતી કારણ કે મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યોએ તેમના સાથીદાર શાંતિ ધારીવાલના નિવાસસ્થાને સમાંતર બેઠક યોજવાનુ નક્કી કર્યુ હતુ. આવી ઇરાદાપૂર્વકની અવગણના ચોક્કસપણે ઘોર અનુશાસનહિનતાના પ્રશ્નો ઉભા કરે છે.