પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના સુધારા બાદ મુર્શિદાબાદમાં હિંસા ફાટી નીકળી હતી, જેને પગલે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. આ માગણીને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે ઇચ્છો છો કે અમે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આદેશ આપીએ, અમારા પર અગાઉથી જ કાર્યપાલિકાના ક્ષેત્રમાં દખલ દેવાનો આરોપ લાગી રહ્યો છે.