કોંગ્રેસની ટિકિટ પર જીતેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યો આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓએ અલ્પેશ ઠાકોરની સાથે સાથે પબુભા માણેકના ધારાસભ્ય પદને પણ રદ્દ કરવા માટે રજૂઆત કરી હતી. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આ મામલે ઉગ્ર રજૂઆત કરવા માટે વિધાનસભા પહોંચ્યા હતા.
સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ પણ પબુભા માણેકને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવ્યા? તે મુદ્દે પણ વિપક્ષ દ્વારા અનેક આક્ષેપ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે, આ સમગ્ર કામગીરીથી મીડિયાને દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે, જે રીતે ભગવાનભાઈ બારડનું ધારાસભ્ય પદ રજાના દિવસે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ભાજપ દ્વારા આ સમગ્ર મામલે ઉતાવળ કરવામાં આવી હતી. તેવી રીતે જ ભૂપેન્દ્ર ખાંટના કિસ્સામાં પણ ભાજપે મીડિયાને સામેથી બોલાવીને જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. તો પછી સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોવા છતાં પણ પબુભા માણેકને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં કેમ આવ્યા નથી? તેવા આકરા પ્રહારો વિપક્ષ દ્વારા કરવામાં કરવામાં આવ્યા હતા.