આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એનડીએથી અલગ થયા પછી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટીડીપી ચીફ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુને પત્ર લખ્યો છે. તેમણે ટીડીપીના નિર્ણયને રાજકારણથી પ્રેરિત અને એકતરફી હોવાનું જણાવ્યું છે. પત્રમાં અમિત શાહે લખ્યું કે, આંધ્રપ્રદેશના વિભાજનથી લઇને આજ સુધી બીજેપીએ હંમેશાં આંધ્રપ્રદેશના લોકોનો અવાજ ઉઠાવ્યો છે અને લોકોના હિત માટે કામ કર્યું છે.