ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ હસીનાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાંગ્લાદેશી પીએમનું સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.
આ પહેલા બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ કહ્યું, અમારું સંપૂર્ણ ધ્યાન આપણા લોકો માટે ગરીબી દૂર કરવા અને અર્થવ્યવસ્થાના વિકાસ પર છે. મને લાગે છે કે બંને દેશો તમામ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી કરીને માત્ર ભારત અને બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં લોકોને સારું જીવન મળી શકે.