આજે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપમાં આઠમી વખત જ્યારે ભારત ચોથી વખત ફાઈનલમાં પહોંય્યું છે. ભારતે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા અત્યાર સુધીમાં રમાયેલી વર્લ્ડ કપની તમામ 10 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 8 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા વનડે વર્લ્ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન બન્યું છે જ્યારે ભારત બે વખત ચેમ્પિયન બન્યું છે. છેલ્લા ત્રણ વર્લ્ડ કપથી યજમાન ટીમ ચેમ્પિયન બની રહી છે. આજે દેશ-વિદેશમાં વસતા કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં રોમાંચક ફાઈનલ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.