આજે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ (ICC Cricket World cup Final) મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને ટીમ 20 વર્ષ બાદ વર્લ્ડકપની ફાઇનલમાં એકબીજા સામે રમી રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત થઈ ચૂકી છે. ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ ઓપનિંગમાં ઉતર્યા હતા. ભારત તરફથી પહેલી ઓવર જસપ્રીત બુમરાહે ફેંકી હતી. ઈનિંગના પહેલા બોલ પર ડેવિડ વોર્નરને જીવનદાન મળ્યું હતું. જોકે બીજી ઓવર પર મોહમ્મદ શમીના બોલ પર વોર્નર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.