ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરુઆત ઠીકઠાક રહી હતી. પરંતુ વચ્ચે એક બાદ એક વિકેટ ગુમાવતા પ્રેશર વધી ગયુ અને આખી ટીમ 240 રન જ બનાવી શકી. આ વચ્ચે કેએલ રાહુલે 107 બોલ પર 66 રન અને વિરાટ કોહલીએ 63 બોલની ધીમી ઈનિંગ રમી, પરંતુ ટીમને સંભાળી.