પશ્ચિમ બંગાળ અને આસમમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર છે. જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પૂર્વ સહયોગી જેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છે.
ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં આસામમાં 10.51 ટકા અને પશ્ચિમ બંગાળમાં 13.14 ટકા મતદાન નોંધાયું.
-એક CAPF જવાન કમલ ગાંગુલીએ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં મતદાન કેન્દ્ર પર ફાંસી લગાવી લીધી. જવાન ચૂંટણી ડ્યૂટીમાં તૈનાત હતો. તેણે પોલિંગ બૂથની અંદર જ આત્મહત્યા કરી.
- નંદીગ્રામમાં મત આપ્યા બાદ ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારીએ કહ્યું કે હું મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવાની અપીલ કરું છું. કારણ કે સમગ્ર દેશ નંદીગ્રામ તરફ જોઈ રહ્યો છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે વિકાસ કે તૃષ્ટિકરણનું રાજકારણ જીતશે.