છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે આભ ફાટયું હતું. ૨૧ ઇંચ ઉપરાંત ભારે વરસાદના પગલે બોડેલી અને તેની આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. બોડેલીના દિવાન ફળિયા અને રઝાનગરમાંથી ૫૦ ઉપરાંત વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.સાંજે ૬ વાગે વરસાદ વચ્ચે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ માટે કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ બોેડેલી તાલુકાને જોડતા સંખ્યાબંધ ગામોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે.૧૦૦ ઉપરાંત નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બીજી બાજુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા મુશાળધધાર વરસાદને પગેલ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઇ છે. ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતાં આહવા અને વઘઇમાં ૧૨ ઇંચ વરસાદ ખાબતા તમામ નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક ગામા સંપર્ક વિહોણા બન્યા છે. ડાંગમાં એક મહિલા તણાઇ ગઇ હતી. નદીઓમાં ઘોડાપૂર આવતા વલસાડ, નવસારી અને તાપી જિલ્લા અસરગ્રસ્ત થયા હતા. વલસાડ શહેરમાં ૩૫૦થી વધુ, નવસારી જિલ્લામાં ૪૯૧થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતુ. ત્રણેય જિલ્લામાં વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમે પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્કયુ હાથ ધર્યું હતુ.