ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે ગઈકાલે ભરૂચના વાગરા તાલુકામાં સૌથી વધુ 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 25 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ અને 142 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ત્યારે હજુ પણ આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, તેમજ રાજ્યના અન્ય કુલ 148 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 97.54 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 57,36 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 47.23 ટકા, પૂર્વ ગુજરાતમાં 37.92 ટકા અને ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા નોંધાયો છે.