ગુજરાતમાં પાણી માટે ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોની સાથે ખેડૂતો વલખાં મારી રહ્યાં છે ત્યારે મોટા શહેરોમાં ધૂળેટીનાં પર્વે રેઈન ડાન્સના નામે હજારો લાખો લીટર પાણીનો વ્યપ થઈ રહ્યો હોવાના અહેવાલ છે. સરકારે પણ પાણી બચાવવા અનુરોધ કર્યો છે. જોકે કેટલાક શહેરો અને નગરોમાં ક્લબો અને રીસોર્ટમાં રેઈન ડાન્સના નામે હોળી-ધૂળેટીની ઉજવણીમાં પાણીનો વ્યય થયો હતો.