જળસંકટ વચ્ચે ઓખા મંડળમાં સરકારી પાઇપ લાઈનમાં ભંગાણ કરી ચોરી કરતા તત્વો સામે 4.34 લાખના પાણીની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પાણી ચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ મામલે પાંચ શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના ઓખા પંથકમાં ઘણા સમયથી પાણી ચોરીની રંઝાડ હોઈ ઓખા નજીક હામુશર ગોરીયાળી ગઢેચી ગામના કેટલાક શખ્સો પાણી પુરવઠાની લાઈનોમાં ભંગાણ કરે છે.