ગીર સોમનાથ ખાતે ઉના-ભાવનગર હાઈવે પર મહિપરી યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ હજારો લીટર પાણી વહી ગયું હતું. ઉના-ભાવનગર નેશનલ હાઈવેના કામ દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. એકાએક હજારો લીટર પાણી વહી જવાને પગલે તંત્રમાં દોડધામ મચી હતી. ઉચ્ચ અધિકારીઓ પણ બનાવસ્થળે દોડી આવ્યા હતા અને પાણી વહી જતું અટકાવા પ્રયાસ કર્યો હતો.