સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમમાં સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 58,526 ક્યુસેક પાણીની આવક થઇ છે. શનિવારે ડેમની સપાટી 122.06 મીટરને પાર પહોંચી ગઇ છે. સરદાર સરોવર ડેમમાં દર કલાકે 3 સેન્ટીમીટર પાણીનો વધારો થઇ રહ્યો છે. ગુજરાતની મેઇન કેનાલમાં હાલમાં 9000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં હાલમાં 1610.80 MCM લાઇવ પાણીનો જથ્થો હાજર છે.