ગુજરાત સરકાર દ્વારા પહેલી મે થી 31 મે સુધી જળ સંચય અભિયાન યોજવામાં આવી રહયું છે. આ અભિયાન દરમ્યાન જળાશયો ઉંડા કરવા, તેમાંથી કાપ બહાર કાઢવામાં આવશે તથા પાણીના સ્ટોરેજ વધારવાની, કેનાલો સફાઇની કામગીરી વગેરે કામગીરી થશે. આ સંદર્ભે કૃષિમંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ તથા સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે બેઠક યોજાઇ હતી.