પાણીના મુદ્દાને લઈને ગાંધીનગરમાં પાણી પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં આઠ જિલ્લાનાં ધારાસભ્યોની બેઠક મળી હતી. ધારાસભ્યોએ અપૂરતા પાણી પુરવઠા સામે રજૂઆત કરી હતી. આગામી દિવસો અને જો વરસાદ ખેંચાશે તો વધુ કફોડી સ્થિતિ ઉભી થશે એવી દહેશત પણ વ્યક્ત કરી છે. એટલું જ નહીં પમ્પીંગ સ્ટેશનની જમીનનાં કૌભાંડ અંગેનો મુદ્દો પણ બેઠકમાં ચર્ચાયો હતો.