દેશના ઘણા રાજ્યો હાલ પૂર તેમજ ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીનું પૂર, હરિયાણામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના તેમજ ઉત્તરાખંડમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી, ત્યારે હવે હરિદ્વાર અને ઋષિકેશ પર જળસંકટ આવી ચઢ્યું છે. હાલ મળતા અહેવાલો મુજબ હરિદ્વારમાં આજે સાંજે ગંગા નદીનું જળસ્તર એલર્ટ નિશાનને પાર પહોંચી ગયું છે. પહાડો પર પડી રહેલો વરસાદ અને ટિહરી ડેમમાંથી વધારાનું 3000 ક્યુસેક પાણી છોડવાના કારણે હરિદ્વારમાં ગંગા નદીમાં જળસ્તરમાં ધરખમ વધારો થયો છે.