Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

(જય નારાયણ વ્યાસ દ્વારા) 

છેલ્લાં બે દિવસથી પાણીની ભયંકર તંગી અને વકરતી જતી સમસ્યા વિષે જે લખાયું એનો જાણે કે આજના અખબારોમાં પડઘો પડતો હોય તેમ ‘ગાર્ડન ઓફ ગુજરાત’ એટલે કે ગુજરાતનો બગીચો કહેવાય એવા દક્ષિણ ગુજરાતમાં પણ પાણીની વિકરાળ તંગીએ દેખા દીધી છે. નવસારીમાં પાણીની સમસ્યા વિકટ બને, વલસાડમાં પાણી મુદ્દે હોબાળો થાય, નર્મદા સૂકાય, ઉકાઈ બંધનાં પણ તળિયાં દેખાવા માંડે એવી પરિસ્થિતીનું નિર્માણ થાય ત્યારે પણ આપણે શાહમૃગી નીતિ અપનાવી નર્મદામાંથી રોજનું ૫૦ કરોડ લિટર પાણી વધુ અપાયું એમ માનીને બેસી જઈએ તો નર્મદા કમાન્ડ એરિયા એ ગુજરાત નથી અને હજુ ચોમાસા આડે તો અઢી મહિના બાકી છે, આ ચોમાસું નબળું જાય તો શું? આયોજનનો પાયાનો સિદ્ધાંત છે ‘Plan for the worst and hope for the best’. આયોજન ખરાબમાં ખરાબ શું બની શકે તે સમજીને જ કરાય પછી એવું ના બને તો ભગવાનનો ઉપકાર. પણ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. રાજકીય પક્ષોને મારી વિનંતી છે (જેમાં કોઈ પણ પક્ષ અપવાદ નથી) પાણી મુદ્દે મતનું રાજકારણ ઘણું રમ્યા, હવે એ મતનું રાજકારણ મોતનું રાજકારણ બનવા તરફ જઇ રહ્યું છે ત્યારે તો બધા એક થાઓ. પાણીના પ્રશ્નનો ઉકેલ પ્રમાણિકતાપૂર્વક લાવવો હોય તો સરકારે એ પ્રશ્ન જ નથી એવા વિધાનોમાંથી બહાર આવવું પડે અને વિરોધ પક્ષોએ આ પ્રશ્ન ઉકેલવા માટે જનજાગૃતિ અને રચનાત્મક સહકાર આપવા તૈયાર રહેવું પડે. નુકસાન થશે તો કોઈ એક પક્ષના મતદારોને નથી થવાનું, આટલી સમજ અને મોટપ તો જાહેરજીવનના ભેખધારી સહુએ કેળવવી જ પડે. દરેક વખતે ખુરશી માટે વલખાં ન મારવાનાં હોય. ભગવાનને પ્રાર્થુ કે પાણી માટે પાણીપત થાય તે દિવસો ન દેખાડે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ