અંબાજીમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે પીવાના પાણીની નવતર સુવિધા શરૂ થઈ છે. ભક્તો માટે ખાસ વૉટર એટીએમ શરૂ કરાયું છે. આ પ્રયોગથી પાણીની બચત સાથે ભક્તોને શીતલ જળની સુવિધા પણ મળશે. ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજીધામમાં બે વોટર એટીએમ મૂકાયા છે. જેમાં યાત્રિક એક રૂપિયાનો સિક્કો મશીનમાં નાખશે, ત્યારે તેને એક લીટર ઠંડુ મિનરલ પાણી મળશે. મશીન મંદિરના શક્તિદ્વાર અને ભોજનાલય ખાતે મૂકવામાં આવ્યું છે. પાણીનો દુરપયોગ ન થાય તે માટે એક રૂપિયો ચાર્જ રખાયો હોવાનું જાણવા મળ્યું છે.