લોક જનશક્તિ પાર્ટી (લોજપા)માં ભંગાણ બાદ ચિરાગ પાસવાને પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે. ચિરાગ પાસવાને કહ્યું હતું કે, જો 'હનુમાન'નો વધ થઈ રહ્યો હોય તો રામ ચૂપ રહે તે યોગ્ય નથી. ચિરાગ પાસવાનને લોજપાના આંતરિક ભંગાણ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યસ્થતા કરે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે ચિરાગે પોતાને વડાપ્રધાન મોદીનો 'હનુમાન' ગણાવ્યો હતો.
ચિરાગ પાસવાને કહ્યું હતું કે, ચૂપચાપ હનુમાન વધ જોવો તે રામને શોભા નથી આપતું. અમારી પાર્ટીએ હંમેશા ભાજપનો સાથ આપ્યો છે પરંતુ આજે જ્યારે અમે મુશ્કેલીમાં છીએ તો ભાજપના નેતાઓએ મૌન સેવી લીધું છે. મને વડાપ્રધાન મોદી મધ્યસ્થતા કરે તેવી આશા છે.