રાજદ્રોહ કેસ મામલે પાસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલી શમવાનું નામ નથી લઇ રહી. હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ થતાં કેસ સેસન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો છે ત્યારે આ કેસમાં આજે મુદત હોવા છતાં હાર્દિક પટેલ હાજર રહ્યો ન હતો. જેથી કોર્ટે અગાઉ જારી કરેલું વોરંટ યથાવત રાખ્યું હતું. આ મામલે વધુ સુનાવણી 29મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેથી હવે પોલીસ હાર્દિકની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે.