વેસ્ટર્ન ડીસ્ટ્રબન્સને લીધે દેશના કેટલાએ રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે પૂર્વોત્તર અને પૂર્વ ભારતની આસપાસનાં ક્ષેત્રોમાં ૨૩ ફેબુ્રઆરી સુધી ગાજવીજ સાથે ભારે વર્ષાની સંભાવના છે. જ્યારે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વર્ષા અને હિમવર્ષા થવાની શક્યતા છે. કેટલાયે ક્ષેત્રોમાં કરા પડવાની પણ શક્યતા છે. તેથી આઈએમડીએ યલો એલર્ટ પ્રસિદ્ધ કર્યો છે.