બાંગલાદેશ સામે આવતીકાલે વોર્મઅપ વન-ડે મેચમાં ભારત ઉતરશે ત્યારે તેનું લક્ષ્યાંક આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૧૭ માટે પોતાની તૈયારીને અંતિમ ઓપ આપવાનું રહેશે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ વોર્મઅપ મેચમાં રવિવારે ભારતે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. બીજી તરફ પાકિસ્તાન સામેની વોર્મઅપ મેચમાં ૩૪૧ રન ખડકવા છતાં બાંગલાદેશનો પરાજય થયો હતો. આવતીકાલે અન્ય એક વોર્મ અપ મેચમાં ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા પણ ટકરાશે.