અમેરિકાના સંરક્ષણપ્રધાન જિમ મેટિસે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા સાથે યુદ્ધ થશે તો તે ભારે વિનાશક હશે. ઉત્તર કોરિયાએ હજુ પણ મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. તેવા સમયે અમેરિકાની સેનાએ ગયા અઠવાડિયે જ હવાઈમાં ગુપ્ત સૈન્ય કવાયત યોજી હતી. જેમાં યુદ્ધ છેડાય તો કેવી રીતે અમેરિકી સેના રવાના કરાશે અને હુમલો કેવો હશે તેનો અભ્યાસ કરાયો હતો.