દેશમાં જ્યાં એક તરફ રામનવમીની ઉજવણી થઈ રહી હતી ત્યાં પશ્ચિમ બંગાળમાં આ પ્રસંગે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ ચાલુ થયું હતું. રવિવારે સવારે પુરૂલિયા વિસ્તારમાં બજરંગ દળનાં સભ્યોએ તલવારો લહેરાવતા રેલી કાઢી હતી. મમતા બેનરજીએ અગાઉ આ પ્રકારે રામનવમીએ સશસ્ત્ર રેલી કાઢવા સામે પ્રતિબંધ જાહેર કર્યો હતો. આ બાબતે ભાજપ અને ટીએમસી વચ્ચે વિવાદ વધ્યો છે.