હરિયાણામાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. હરિયાણામાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રાજ્યની આ ચૂંટણી ન્યાય અને અન્યાય વચ્ચેનો જંગ છે. આ ચૂંટણી પ્રચારમાં તે બે કટ્ટર વિરોધી સિરસાની સાંસદ કુમારી શૈલજા અને ભૂતપૂર્વ સીએમ ભૂપિન્દર હૂડાનો હાથ થામેલા નજરે જોવા મળ્યા. તે હરિયાણામાં વિજય સંકલ્પ યાત્રા શરૂ કરવા આવ્યા હતા.