વકફ સુધારા બિલ પર ચર્ચા-વિચારણા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સમક્ષ ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઈ)એ શુક્રવારે ૧૨૦થી વધુ સ્મારકોની યાદી રજૂ કરી હતી, જે તેના સંરક્ષણ હેઠળ છે, પરંતુ વિવિધ રાજ્યોના વકફ બોર્ડ દ્વારા તેના પર દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ સમયે વિપક્ષના નેતાઓએ વકફ બોર્ડ તેમની કોઈપણ સંપત્તિ પર દાવો કરી શકે છે તેવી દલીલોની ટીકા કરી હતી.