કેન્દ્ર સરકારે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વક્ફ દ્વારા કુલ 994 મિલકતો પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે, જેમાંથી એકલા તમિલનાડુમાં સૌથી વધુ 734 મિલકતો પર ગેરકાયદે કબજો મેળવવામાં આવ્યો છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના નેતા જોન બ્રિટાસના પ્રશ્નોના લેખિત જવાબમાં, લઘુમતી બાબતોના મંત્રાલયે વક્ફ પર ઉપલબ્ધ માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે દેશમાં વક્ફ એક્ટ હેઠળ 872,352 સ્થાવર અને 16,713 જંગમ વક્ફ મિલકતો નોંધાયેલી છે.