આજે વહેલી સવારે અમદાવાદમાં એક બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું દબાઈ જતા મોત થયું છે.
વહેલી સવારે બની ઘટના
શહેરના મકરબા વિસ્તારમાં આજે વહેલી સવારે એક બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું મોત થયું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ ખસેડીને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈનસેપ્ટન નામના બિલ્ડીંગના ત્રીજા માળમાં આ ઘટના બની હતી તેમજ બિલ્ડીંગમાં રિનોવેશનની કામગીરી ચાલતી હતી.