એશિયાટીક લાયન માટે પ્રખ્યાત ગીરમાં ખુલ્લા કૂવામાં પડી જવાથી બાળ સિંહ સહિત અનેક સિંહોના મોત નિપજવાની ઘટના બનતી રહે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.(RIL) દ્વારા ગુજરાત સરકારના સહયોગથી અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ ખુલ્લા કૂવા ફરતે વાડ(બાઉન્ડ્રી) કરીને સિંહોને બચાવવાનું અભિયાન સફળતાપૂર્વક પાર પડાયું છે. જોકે, ગીરના વિશાળ વન વિસ્તારમાં હજુ પણ અનેક કૂવાઓ ખુલ્લા હોવાથી RIL દ્વારા ફરીથી વધુ ૩૦૦૦ ખુલ્લા કૂવા ફરતે વાડ કરવાની કામગીરી શરૂ કરાઈ હોવાનું RILના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) અને રાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણીએ જણાવ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ કૂવાની કામગીરી પૂર્ણ કરાઈ છે.
નોંધનીય છે કે, ગીર અભયારણ્યમાં દર વર્ષે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ એશિયાટીક સિંહ જોવા માટે ઉમટે છે. ગુજરાતની ઓળખ સમાન સિંહની આ પ્રજાતિની માવજત, સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકાર ઉપરાંત સેવાભાવી જૂથો દ્વારા સતત પ્રયાસો થતા રહે છે. આમ છતાં અનેકવાર બાળ સિંહો ખુલ્લા કૂવામાં પડતા મોતને ભેટે છે. જેથી RIL દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.