ઉદ્ધવ ઠાકરેએ CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે કરેલા ટ્વીટને લઈને ચર્ચા જોવા મળી રહી છે. રાજ ઠાકરેએ ભલે ઉદ્ધવ ઠાકરે સહિત કોઈનો ઉલ્લેખ ન કર્યો હોય પરંતુ તેમના ટ્વીટને રાજકીય ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવે છે. રાજ ઠાકરેએ લખ્યું છે કે, 'જે દિવસે માણસ પોતાના સૌભાગ્યને જ પોતાની આગવી સિદ્ધિ માનવા લાગે તે દિવસથી તેના પતનનો પ્રવાસ શરૂ થાય છે'. એટલું જ નહી, આ પંક્તિ નીચે રાજ ઠાકરેના હસ્તાક્ષર નોંધાયેલા છે. મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવેલ રાજ ઠાકરેના આ ટ્વીટને મુખ્યમંત્રી પદમાં ઉદ્ધવની અધુરી ઈનિંગ્સ પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે.