CAA વિરોધી પ્રદર્શનના કારણે બે મહિનાથી બંધ શાહિનબાગનો રસ્તો ખોલાવવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી તરીકે નિયુક્ત કરેલા વજાહત હબીબુલ્લાહે પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દીધો છે. તેમણે કહ્યુ છે કે, શાહીનબાગમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન ચાલી રહ્યુ છે અને ત્યાંના પાંચ રસ્તા પોલીસે બંધ કર્યા છે. આ મામલામાં હવે સુપ્રીમ કોર્ટ આવતીકાલે, સોમવારે સુનાવણી કરશે. શાહીનબાગમાં સુપ્રીમ કોર્ટે અન્ય બે મધ્યસ્થી તરીકે વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનની નિમણૂંક કરી છે.