લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ સામે તૃણમુલ કોંગ્રેસનો દેખાવ સારો જોવા મળ્યો. આ સ્થિતિ વચ્ચે આત્મવિશ્વાસમાં આવેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટૂંક સમયમાં કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાના સંકેતો આપ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ક્યારેક સરકાર માત્ર એક દિવસ પુરતી જ ટકતી હોય છે.