રાજ્યસભાએ શુક્રવારે અસંગઠિત ક્ષેત્ર સહિત દેશભરના શ્રમિકોને લઘુતમ વેતન અંતર્ગત લાવવા તેમજ વેતન મામલે મહિલા-પુરુષો વચ્ચે ભેદભાવને દૂર કરવાની જોગવાઈઓવાળા એક મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી દીધી છે. રાજ્યસભાએ આ મહત્વપૂર્ણ વેજ કોડ બિલ 2019ને 8ની સામે 85 મતોથી પસાર કરી દીધું. રાજ્યસભાએ બિલ પર લવાયેલા વિપક્ષ સભ્યોના સંશોધનોને નિમતથી ફગાવી દીધા. લોકસભા આ બિલને ગત સપ્તાહે જ પસાર કરી ચૂકી છે. હવે, આ બિલ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે જશે અને તે પછી કાયદો બની જશે. આ બિલ પાસ થવાથી દેશના લગભગ 50 કરોડ શ્રમિકોને લાભ મળશે.