પશ્ચિમ બંગાળમાં ૧૦ એપ્રિલે યોજાનાર ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચારનો આજે સાંજે પાંચ વાગ્યે અંત આવી ગયો હતો. ૧૦ એપ્રિલે રાજ્યના પાંચ જિલ્લાઓની ૪૪ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.
૧૦ એપ્રિલે યોજનાર ચૂંટણીમાં ૫૮,૮૨,૫૧૪ પુરુષો અને ૫૬,૯૮,૨૧૮ મહિલાઓ મતદાન કરશે. શનિવારે થનારી ચૂંટણીમાં કુલ ૩૭૩ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે.
જે પાંચ જિલ્લાઓમાં મતદાન થવાનું છે તેમાં હાવડા(ભાગ-૨), સાઉથ ૨૪ પરગણા(ભાગ-૩), હુગલી(ભાગ-૨), અલીપુરદાર અને કોચબેહરનો સમાવેશ થાય છે.